Gujarati

# Chamunda Maa Ni Aarti Gujarati Lyrics

shri-chamunda-aarti
Written by govtjob

 

Chamunda Maa Ni Aarti Gujarati Lyrics

શ્રી ચામુંડા માંની આરતી

ખમ્મા ખમ્મા રે ચામુંડા માત હો માડી હું તો પ્રેમે ઉતારૂં તારી આરતી રે માં,

શકિત સ્વરૂપે તારો વાસા હો માડી હું તો પ્રેમે ઉતારૂં તારી આરતી રે માં,

પ્રેતે થયા છો અસવાર હો માડી હું તો પ્રેમે ઉતારૂં તારી આરતી રે માં,

દરિયાદિલની માડી તારો મહિમા અપરંપાર
તારો પાલવ પકડે તેનો પલમાં બેડો પાર
તારા ચરણોનો હું તો દાસ હો માડી હું તો પ્રેમે ઉતારૂં તારી આરતી રે માં.

નિર્ધનને તું યેભવ દેતી, દેતી સુખ ભંડાર
વંશતણી તું વેલ વધારે પુત્ર ને પરિવાર
સોના મનડાની પૂરે આશ હો માડી હું તો પ્રેમે ઉતારૂં તારી આરતી રે માં.

માડી તારા દર્શન કરતાં, પાપી પાવન થાય ભાવે તારી ભકિત કરતાં, આનંદ મંગળ થાય
હાલાણી” ને પૂરો વિશ્વાસ હો માડી હું તો પ્રેમે ઉતારૂં તારી આરતી, રે માં..

ભકિત ભાવે આરતી ઉતારે, ચંદે હાલાણી આજે
ભકિત ભાવે આરતી ઉતારે, નાના તારા બાળ
ભકિત ભાવે આરતી ઉતારે, તારો પરિવાર
તારા ચરણોમાં મારો વાસ હો માડી હું તો પ્રેમે ઉતારૂં તારી આરતી રે માં…..

(નોંધ : સાંતલપુર મા આ આરતી ગવાય છે)

Download This Lyrics

Chamunda Maa Ni Aarti Gujarati Lyrics

About the author

govtjob

Leave a Comment