Gujarati

Daldano Daag Mitayi De Lyricsi in Gujarati 2023

Written by govtjob

દલડાનો દાગ મિટાઈ દે ભજન લિરિક્સ: Daldano Dag Mitai De is old gujrati bhajan song and lyrics by traditional. Ger a to z juna gujarati bhajans lyrics to read in mobile phone for free time.

દલડાનો દાગ મિટાઈ દે Lyrics in Gujarati

દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ
મનડાનો મેલ પરો કર મેરે ભાઈ.

સરજનહારને સત કરી સમરો વીરા‚
હરદમ સરસતી માઈ
નમણું કરી લે ગોરા પીરાની વીરા‚
ગણપત અકલ બતાઈ
રામ દલડાનો દાગ…

મનડાનો મેલ ધોઈ કરી ડારો વીરા‚
સુમિરન સાબુ લગાઈ
સુરતા શિલા પર ઝટકી પછાડો‚
હોંશે હોંશે વધે ઊજળાઈ
રામ દલડાનો દાગ…

નિયમ ધરમકા નાવ ચલાઈ લે‚
વીરા ! છલોછલ જાઈ
પાંચ કેવટિયા વસે કાયામાં વીરા‚
સે જે પાર ઉતરાઈ
રામ દલડાનો દાગ…

અંધા હોઈકર ચલે ભટકતા વીરા‚
અંખિયું મેં અંધી કેસે આઈ
દિલડા ગલત હે નેનું કે અગાડે‚
સદગુરુ સાન બતાઈ
રામ દલડાનો દાગ…

સાધુ રે સંતને તમે અપના કરી જાણો વીરા‚
નુગરાએ કેસી સગાઈ
ઉન નુગરાસે પલો નવ પકડો વીરા‚
પલમાં દેશે ડુબાઈ
રામ દલડાનો દાગ…

ગંગેવદાસને ગુરુ સમરથ મળિયા વીરા‚
તનડાની તલપ બુઝાઈ
કંથડનાથજી રાખો હજૂરીમાં વીરા
કિરપા કરો રઘુરાઈ
રામ દલડાનો દાગ…


ગુજરાતી ભજન ના લિરિક્સ

1.
2.
3.
4.

#Daldano #Daag #Mitayi #Lyricsi #Gujarati

About the author

govtjob

Leave a Comment

Translate »