Gujarati

#Maa Tara Uncha Mandir Nicha Mol – Zarukhde Diva Bade Gujarati Lyrics

Written by govtjob

Maa Tara Uncha Mandir Nicha Mol – Zarukhde Diva Bade Gujarati Lyrics

અંબા માના ઉચા મંદિર નીચા મોલ ,
ઝરૂખડે દીવા બળે રે લોલ અંબા માના .

અંબા માના ગોખ ગબ્બર અણમોલ કે ,
શિખરે શોભા ઘણી રે લોલ ….. અંબા માના ..

આવી આવી નવરાત્રી ની રાતો કે ,
બાળકો રાસ રમે રે લોલ . અંબા માના ..

અંબે માં ગરબે રમવા આવો કે ,
બાળ તારા વિનવે રે લોલ ….. અંબા માના ..

અંબા માને શોભે છે શણગાર કે ,
પગલે કુમકુમ ઝરે રે લોલ …. અંબા માના ..

રાંદલમાં ગરબે રમવાને આવો કે ,
મુખડે ફૂલડાં ઝરે રે લોલ … અંબા માના ..

ખોડીયાર માં ગરબે રમવા ને આવો કે ,
આંખો થી અમિ ઝરે રે લોલ … અંબા માના ..

માં તારું દિવ્ય અનુપમ તેજ કે ,
જોઈ મારી આંખો ઠરે રે લોલ … અંબા માના ..

ગરબો તારા બાળકો ગવરાવે કે ,
મસ્તાન તારે પાયે પડે રે લોલ … અંબા માના ..

Download This Lyrics

Maa Tara Uncha Mandir Nicha Mol – Zarukhde Diva Bade Gujarati Lyrics

About the author

govtjob

Leave a Comment