મારા વાડામાં લીલું ઘાસ Mara Vadama Lilu Ghas Lyrics: આ ગીત ભગવાન શ્રી કૃષ્ણ માટે ગવાયું છે જે લોકગીત તરીકે પ્રસિધ્ધ છે. નવરાત્રી ઉત્સવ માં ત્રણ તાળી ગરબા રાસ માં આ ગીત ગવાય છે. 

tran tali garba geet lyrics


મારા વાડામાં લીલું ઘાસ લિરિક્સ ગુજરાતીમાં

મારા વાડામાં લીલું ઘાસ
ગૌધણ ચારવા આવો રે
ગૌધણ ચરવા આવો વાલા
વાંસલડી વગાડો રે
વાંસળીના સુરે રાણી રાધા રમવા આવો રે
રાધા રમવા આવે એને ઉતારા કરાવો રે
મારા વાડામાં…

મારા વાડામાં લીલું ઘાસ
ગૌધણ ચારવા આવો રે
ગૌધણ ચરવા આવો વાલા
વાંસલડી વગાડો રે
વાંસળીના સુરે રાણી રાધા રમવા આવો રે
રાધા રમવા આવે એને દાતણિયા કરાવો રે
મારા વાડામાં…

મારા વાડામાં લીલું ઘાસ
ગૌધણ ચારવા આવો રે
ગૌધણ ચરવા આવો વાલા
વાંસલડી વગાડો રે
વાંસળીના સુરે રાણી રાધા રમવા આવો રે
રાધા રમવા આવે એને નાવણિયાં કરાવો રે
મારા વાડામાં…

મારા વાડામાં લીલું ઘાસ
ગૌધણ ચારવા આવો રે
ગૌધણ ચરવા આવો વાલા
વાંસલડી વગાડો રે
વાંસળીના સુરે રાણી રાધા રમવા આવો રે
રાધા રમવા આવે એને ભોજનિયાં કરાવો રે
મારા વાડામાં…

મારા વાડામાં લીલું ઘાસ
ગૌધણ ચારવા આવો રે
ગૌધણ ચરવા આવો વાલા
વાંસલડી વગાડો રે
વાંસળીના સુરે રાણી રાધા રમવા આવો રે
રાધા રમવા આવે એને મુખવાસ કરાવો રે
મારા વાડામાં…

 

ત્રણ તાળી રાસ લિરિક્સ  

#Mara #Vadama #Lilu #Ghas #Lyrics #Gujarati

About the author

govtjob

Leave a Comment