Nakhel Prem Ni Dori Lyrics in Gujarati
| નાખેલ પ્રેમની દોરી લિરિક્સ ગુજરાતીમાં |
નાખેલ પ્રેમની દોરી,
ગળામાં અમને નાખેલ પ્રેમની દોરી.
આની કોરે ગંગા વા’લા! પેલી કોરે યમુના !
વચમાં કાનુડો નાખે ફેરી રે … ગળામાં અમને.
ગળામાં અમને નાખેલ પ્રેમની દોરી.
આની કોરે ગંગા વા’લા! પેલી કોરે યમુના !
વચમાં કાનુડો નાખે ફેરી રે … ગળામાં અમને.
વૃંદા રે વનમાં વા’લે ધેનુ ચરાવી,
વાંસળી વગાડે ઘેરી ઘેરી … ગળામાં અમને.
જળ રે જમુનાનાં અમે પાણીડાં ગ્યાં’તાં,
ભરી ગાગર નાખી ઢોળી … ગળામાં અમને.
વૃંદા રે વનમાં વા’લે રાસ રચ્યો રે,
કા’ન કાળો ને રાધા ગોરી … ગળામાં અમને.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
ચરણોની દાસી પિયા તોરી … ગળામાં અમને.
-: મીરાંબાઈ :-
#Nakhel #Prem #Dori #Lyrics #Gujarati #Gujaratitracks.com
Leave a Comment