Pagal Patadiyo Lyrics in Gujarati
| પાગલ પાતળિયો લિરિક્સ ગુજરાતીમાં |
હો …જમવા બેસું તો ગળે ના ઉતરે કોળીયો
રોય રોય આહૂડે ભરાયો દરિયો
ગોરલ તારા પ્રેમમાં પાગલ પાતળિયો
હો તારી યાદોમાં મારુ દલડું રે દુભાય
રાત કઢું તો દાડો વરહ જેવો થાય
પિયુ તારા પ્રેમમાં પાગલ પદમણી
હો ગોરલ તારા પ્રેમમાં પાગલ પાતળિયો
હો પિયુ તારા પ્રેમમાં ઘાયલ પદમણી
હો ક્યાં ખોવાણી કોલ દેનારી નજરે નથી આવતી
રોજ હસાવાવાળી મુને આજે કેમ રડાવતી
હો તું ભલે મને ભુલવા માંગે હું નથી ભુલવાની
સાચા દિલથી પ્રેમ કર્યો છે બોલડીયે બંધાણી
હો છોડી તમે ગયા વિચાર ના કર્યો મારો
તૂટેલા દિલને કોનો સહારો
ગોરલ તારા પ્રેમમાં પાગલ પાતળિયો
હો તારી યાદોમાં મારુ દલડું રે દુભાય
રાત કઢું તો દાડો વરહ જેવો થાય
પિયુ તારા પાગલ પદમણી
હો ગોરલ તારા પ્રેમમાં પાગલ પાતળિયો
હો પિયુ તારા પ્રેમમાં પાગલ પદમણી
હો જળ વિના જેમ માછલી તડપે તારા વિના હું તડપું
એક બીજાથી જુદા પડીને રૂદિયું મારુ રડતું
હો દિવસ લાગે વરહ જેવો ઘડીયું ના ગણાતી
મરી મરીને જીવું હું તું ક્યાંય નથી દેખાતી
હા મોત જુદા કરે તો પિયુ અલગ છે એ વાત
જીવતે જીવ તારો હું નહીં છોડું સાથ
સાજન તારા પ્રેમમાં પાગલ પદમણી
હો જમવા બેસું તો ગળે ના ઉતરે કોળીયો
રોય રોય આહૂડે ભરાયો દરિયો
ગોરલ તારા પ્રેમમાં પાગલ પાતળિયો
હો પિયુ તારા પ્રેમમાં પાગલ પદમણી
હો ગોરલ તારા પ્રેમમાં પાગલ પાતળિયો
હો સાજન તારા પ્રેમમાં પાગલ પદમણી
#Pagal #Patadiyo #Lyrics #Gujarati #Gujaratitracks.com
Leave a Comment