Gujarati

Chhod Soch Samta Pakadi Le Lyrics in Gujarati

Written by govtjob

છોડ સોચ સમતા પકડી લે લીરીકસ Chod Soch Samata Pakdi Le Lyrics: Bhajan is penned by Das Sava Bhajat. Sava Bhagat is a very famous writer of gujarati lok sahitya bhajan.

છોડ સોચ સમતા પકડી લે Lyrics in Gujarati

છોડ સોચ સમતા પકડી લે,
મૂક મમતા મનવા મેરા
તેરો સંગાથી તુંહી એકલો,
આખર નહીં હૈ કોઇ તેરા…..છોડ

એ…નફ્ફટ ની નથી કરવી લાજ,
કોટી ન કોટી ફર્યો ફેરા
માતા,પિતા,સુત, ભગીની જોઈ લ્યો
કોઇ નહીં આવે તારી ભેળા…છોડ

એ…રાવણ, કંસ, ને કૌરવ જેવા
બાળી ને કર્યા રાખના ઢેરા
જુવો વિચારી તમે વેદના વચનો,
કાળ વેરી છે જગત કેરા…છોડ

એ…દો દિન સારું સુખે જીવવામાં,
ખેલ રચ્યા આ નટ જેવા
પંડ છોડી ને જાવું પલક માં
આગળ છે યમ કા ડેરા… છોડ

એ…આ દેખાય છે તે અદૃશ્ય થાશે,
જેમ જાય છે દુ:ખ ની વેળા
દાસ સવો કહે સ્વપ્ન સુખ માં
બગડે મોત મુરખ તેરા…છોડ 


Sava Bhagat Na Lakhela Bhajan Lyrics 2024

1.
2.
3.
4.

#Chhod #Soch #Samta #Pakadi #Lyrics #Gujarati

About the author

govtjob

Leave a Comment