Ardhangini Lyrics in Gujarati

| અર્ધાંગિની લિરિક્સ ગુજરાતીમાં |

 

હે મારુ અડધું તું અંગ ને કહેવાય અર્ધાંગિની
હે મારુ રક્ત ચાલે તારાથી તું રક્તવાહિની
હો મારી જાન મારુ જહાન પણ તું
મારો અર્થ મારો સમર્થ પણ તું
હો મારે આંચ રે આવે ને આંખ થાય એની ભીની
હો મારુ અડધું તું અંગ ને કહેવાય અર્ધાંગિની

હો મારા શુભકાર્ય ની તું શરૂઆત
તને કરું હું મારા હૃદય ની રજૂઆત
હો અડધા માં આખું તું વાલી સમજી જા
તને કહેવું ના પડે મારે બીજું કઈ
હો દુઃખ ના દોરડે સુખ ના હિંડોળે હીચાવ્યા
વીતેલા વખતો અમે નથી વિસરાવ્યાં
હો મારુ અડધું તું અંગ ને કહેવાય અર્ધાંગિની

હો બ્રમ્હાન્ડ ના નાથે આપડાને ભેળા કર્યા
વેઠા જેટલા રેઢા અમને ના રાખ્યા
હો આખા ઘર ની ને મારી ચાવી તારા જોડે હો
તારી રજા વિના પાંદડું પણ ના હલે
એવી ગાંઠ વાળી છે અમે મનોમન માં
બંધાયેલા રહેશું તારા બંધન માં
હો મારુ અડધું તું અંગ ને કહેવાય અર્ધાંગિની 


#Ardhangini #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment