Ek Jamane Lyrics in |
એક જમાને લિરિક્સ ગુજરાતીમાં
કોણ પહેલા ભુલી જાય એવું કેતા રે હતા
કોણ પહેલા ભુલી જાય એવું કેતા રે હતા
મે કિધુ તમે ભુલી જાશો તમે માનતા નોતા
મે કિધુ તમે ભુલી જાશો તમે માનતા નોતા
જો ઊતર્યા હોત દિલમાં તો સમજી જાત
કે કેવી વલોવાય છે મારી જાત
જો ઊતર્યા હોત દિલમાં તો સમજી જાત
કે કેવી વલોવાય છે મારી જાત
તમે ગયા તે ગયા હવે ક્યાંય નથી મળતા
તમે ગયા તે ગયા હવે ક્યાંય નથી મળતા
આજે તમારા લીધે અમે થયા બધે અળખા
ખરેખર ભુલી રે ગયા લાગે હતા અમે નડતા
www.gujaratitracks.com
હો એક જમાને એ હતા મારા પ્રાણ
મારી જીંદગીને હતી એની જાણ
એ ભુલી રહ્યા હતા એથી હતા રે અજાણ
અમે ભોળાં ભાવે કરતા રે વખાણ
પણ એણે થોડી રાખી ના ઓળખાણ
એ બીજા ના થઈ ગ્યા
એના અભરખા રઈ ગ્યા
ખુશ હશે એ જઈ ત્યા
એના ગમતા હશે જ્યા
મને ખબર છે તમે આવશો એવી રાહમા રે ફરતા
મને ખબર છે તમે આવશો એવી રાહમા રે ફરતા
કોઈ દિ એવો રે નથી કે તમે યાદ ના આવતા
મે કિધુ તમે ભુલી જાશો એતો માનતા નોતા
હો આજે શબ્દ સાથે જામ પણ ભળ્યા
અરે કારણ અંદરથી રે બળ્યા
અમે ઘણાં ફર્યાં તડપ્યાં પણ ના તમે રે જડ્યા
આ ઇશ્કના સફરમાં અણઘડ્યા
હા મળ્યાં પણ બે રહેમ મળ્યા
હજુ પાછા ના ફર્યા
ના કોઈ હમાચાર મળ્યા
એને સહારા જડ્યાને
અમે બિચારા પડ્યા
જે હતા અમારા આજે રુઠી રે ગયા
જે હતા અમારા આજે રુઠી રે ગયા
એની રાહમાંને રાહમાં અમે તુટી રે ગયા
એની રાહમાંને રાહમાં અમે તુટી રે ગયા
જુદા થયા એ દિવસથી કદી મળી ના શક્યા
#Jamane #Lyrics #એક #જમન #લરકસ #ગજરતમ #Gujaratitracks.com
Leave a Comment