ગરબો ગુજરાતની ગરવી મિરાત છે
ગાય તેનો ગરબોને ઝીલે તેનો ગરબો
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે
ઘૂમે તેનો ગરબોને ઝૂમે તેનો ગરબો
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે
સૂર્ય ચંદ્ર ગરબોને ત્રાકતુઓ પણ ગરબો
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે
તનડું ડોલાવેને મનડું ઝુમાવતો
સૌને રે ગમતો ગરબો
રઢિયાળી રાતોમાં લાગે રઢિયામણો
રમતોને ભમતો ગરબો કે ઘૂમતો
દિવસ પણ ગરબોને રાત પણ ગરબો
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે
સંસ્કૃતિ ગરબોને પ્રકૃતિ ગરબો
વાંસળી છે ગરબો મોરપીંછ ગરબો
ગરબો મતિ છે ગરબો સેહમતી
વીરનો એ ગરબો અમીરનો એ ગરબો
www.gujaratitracks.com
કાયા પણ ગરબોને જીવ પણ ગરબો
ગરબો જીવનની હળવી નિરાત છે
ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો નારીની ફૂલની બિછાત છે
તનડું ડોલાવેને મનડું ઝૂમાવતો
સૌને રે ગમતો ગરબો
રઢિયાળી રાતોમાં લાગે રઢિયામણો
રમતોને ભમતો ગરબો કે ઘૂમતો
ગરબો તો સત છે ને ગરબો અક્ષત છે
ગરબો માતાજીનુ કંકુ રળિયાત છે
ગરબો તો સત છે ને ગરબો અક્ષત છે
ગરબો માતાજીનુ કંકુ રળિયાત છે
આવ મા ગરબો સ્વભાવ મા ગરબો
ભક્તિ છે ગરબો હા શક્તિ છે ગરબો
આવ મા ગરબો સ્વભાવ મા ગરબો
ભક્તિ છે ગરબો હાં શક્તિ છે ગરબો
#Garbo #Lyrics #Gujarati #ગરબ #લરકસ #ગજરતમ #Gujaratitracks.com
Leave a Comment