Aaj Gagan Thi Chandan Lyrics in Gujarati |
આજ ગગનથી ચંદન ઢોળાય લિરિક્સ ગુજરાતીમાં
સૈયર મને આસોના ભણકારા થાય… (૨)
કોઈ આવતું ક્ષિતિજથી પરખાય રે
આછા આછા ચાંદનીના ચમકારા થાય… (2)
આજ ગગનથી ચંદન ઢોળાય રે…
સૈયર મને આસોના ભણકારા થાય… (૨)
હો… વાદળ વિખરાયા નેય આજવાળા આયા
અવની એ ગોખે ગોખેય દીવડા પ્રગટાવ્યા…(2)
માંના રથની ઘુઘરીઓ સંભળાય રે…
રાતા રાતા કંકુના પગલા પરખાય… (૨)
આજ ગગનથી ચંદન ઢોળાય રે…
સૈયર મને આસોના ભણકારા થાય… (૨)
આસમાની ઓઢણીમાં તારલાં ઝબુક્તા
ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા…(2)
માડી ગરબે રમે તાળીઓ વીંધાય રે
કંઠયે કંઠેય કોયલના ટહુકા વર્તાય… (૨)
આજ ગગનથી ચંદન ઢોળાય રે…
સૈયર મને આસોના ભણકારા થાય… (૨)
નોરતાની રાતડી પાવન કરી
એક એક ગોરી ઘૂમે કાયા શણગારી… (૨)
એનું રૂપ ઘુંઘટથી છલકાય રે
ઢળી ઢળી લોચનીયાં છલકાય… (૨)
આજ ગગનથી ચંદન ઢોળાય રે…
સૈયર મને આસોના ભણકારા થાય… (૨)
કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રે
આછા આછા ચાંદનીના ચમકારા થાય… (2)
આજ ગગનથી ચંદન ઢોળાય રે…
સૈયર મને આસોના ભણકારા થાય… (૨)
#Aaj #Gagan #Thi #Chandan #Lyrics #Gujarati #Gujaratitracks.com
Leave a Comment