Gujarati

Odhana Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Odhana Lyrics in Gujarati

| ઓઢણાં લિરિક્સ ગુજરાતીમાં |

 

એ બીજાના નામના ઓઢ્યા તે તો ઓઢણાં રે
એ બીજાના નામના ઓઢ્યા તે તો ઓઢણાં રે

એ પીડાના પર્વત બાંધ્યા મારા હાથ
એ પીડાયુંના પર્વત બાંધી દીધા હાથ
હૈયામા વસીને હાડ મારા બાળીયા રે
એ બીજાના નામના ઓઢી લીધા ઓઢણાં રે

પણ વાટડી, વાટડી જોતા અમે તમારી
અરે રે આજ અંતરમા પડ્યા છે દુઃખ
હવે હૈયે એ હૈયે હોળી મારે હળગતી
અરે રે મારી પાંપણે આવ્યા છે પુર
અરે રે મારી પાંપણે આવ્યા છે પુર

હવે સપને પણ નહીં આવે સુખની મારે રાતડી રે
હવે સપને પણ નહીં આવે સુખની મારે રાતડી રે
તારા પ્રેમની હઠમા થયા રે હેરાન
તારા પ્રેમની હઠમા થયા રે હેરાન
હૈયામા વસીને હાડ મારા બાળીયા રે
એ બીજાના નામના ઓઢી લીધા ઓઢણાં રે

પણ વાસણ વાસણ તુટ્યું હોત તો
અરે રે એને કહારે લઈ જઈ હંધવી લેત
પણ તૂટી એ તૂટી મારા કલેજાની કોર
અરે રે એનો હાંધો મળે નહીં હૂળ નો
અરે રે એનો હાંધો મળે નહીં હૂળ નો

એ પારકાને પિયુ કરી પાનેતર ઓઢીયા રે
એણે પારકાને પિયુ કરી પાનેતર ઓઢીયા રે
જે કરતા હતા સાત ભવ ભેગા રેવાની વાત
જે કરતા હતા સાત ભવ ભેગા રેવાની વાત
હૈયામા વસીને હાડ મારા બાળીયા રે
એ બીજાના નામના ઓઢ્યા તે તો ઓઢણાં રે

પણ આગ આગ લાગી મારા અંગે અંગમા
અરે રે મારા રુદીયામા લાગી છે લાય
આતો જેની એ જેની અધુરી રહી જાય પ્રિતડી
અરે રે એનો ભવનો ફેરો એળે જાય
અરે રે એનો ભવનો ફેરો એળે જાય

એ વિરહની વેદના કાળજ મારા કોરતી રે
તારા વિરહની વેદના કાળજ મારા કોરતી રે
એ મન મારું મુંજાય અને દલમા લાગી લાય
એ મનડુ મારું મુંજાય અને દલમા લાગી લાય
હૈયામા વસીને હેરાન તે કરીયા રે
એ બીજાના નામના ઓઢી લીધા ઓઢણાં રે 


#Odhana #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment