Gujarati

Chando Ugyo Sajanji Ne Desh Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Chando Ugyo Sajanji Ne Desh Lyrics in Gujarati

| ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ લિરિક્સ ગુજરાતીમાં |

 

હે ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
હે ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
એ ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
એવી હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં
એ હાલો સૈયર માધવપુરના મેળે જો
હે મેળામાં મનનો માણીગર આવશે

હે ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
એ ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં
એવી હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં

હે …સાંજણ વેલા આવશું  
અરે રે લઈ જાશું અમારે દેશ
આવી પ્રીતની …
હે આવી પ્રીતની રમશું
અરે રે રઢિયાળી આખી રાત

હે તેજી ઘડીને તેજી છે તલવાર જો
હે તેજી ઘડીને તેજી છે તલવાર જો
એવા રુમઝુમતાં ઘોડલીયે સાયબો આવશે

હે ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
એ ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં
એવી હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં

એ …કંચન વરણી કાયને
અરે રે માથે જોબન જોલા ખાય
હે એવી આંજણ …
હે એવી આંજણ ઘેરી આખડી
 અરે રે મારુ કાળજ કોરી ખોય

હે પંચરંગી પાઘડીયે છોગું શોભે જો
હે એવી પંચરંગી પાઘડીયે છોગું શોભે જો
એવો નરબંકો વટવાળો નણદી વીરલો

હે ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
એ ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં
એવી હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં

હે …તલનું ટપકું શોભતું
અરે રે ગોરા ગાલે અપરંપાર
પણ મારા કાળજડાને
હે મારા કાળજને કોતરતી
અરે રે એની આંખડીયું ધાર

હે ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
એ ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં
એવી હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં
એવી હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં
 


#Chando #Ugyo #Sajanji #Desh #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment