Gujarati

Helo Maro Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Helo Maro Lyrics in Gujarati

| હેલો મારો લિરિક્સ ગુજરાતીમાં |

 

હે દુનિયા મીઠી રાગીણી
ને મીઠો રાગ મલ્હાર
પણ રણ માં મીઠી વીરડી
મને લાગે ઘર ના દ્વાર

હેલો મારો સાંભળોને
વેળા વીતી જાય
આજ મારા ઘેર બાજુ વાયરાઓ વાય
મારો હેલો સાંભળો હો જી
હો જી રે મારો હેલો સાંભળો હો જી

કે હેલો મારો સાંભળોને વેળા વીતી જાય
આજ મારા ઘેર બાજુ વાયરાઓ વાય મારો
હેલો હા હા રે મારો

હો જી રે મારો હેલો સાંભળો હો જી
હો જી રે મારો હેલો સાંભળો હો જી

હે વા અને વાદળ મળે
અને મળે ફૂલને બાગ
પણ પંખીને માળો મળે
તો એને સ્વર્ગ મળે રે શામળા

કે વાત માં છે વાર્તા ને
વાર્તામાં યાદ
બાળપણનું ગીત છે ને
ગીતમાં છે સાદ
મારો હેલો સાંભળો હો જી
હો જી રે મારો હેલો સાંભળો હો જી

કે હેલો મારો સાંભળો ને
વેળા વીતી જાય
આજ મારા ઘેર બાજુ વાયરાઓ વાય મારો
મારો હેલો સાંભળો હો જી
હો જી રે મારો હેલો સાંભળો હો જી

હે હેલો મારો સાંભળોને
રણુજાના રાય
આજ મારા ઘેર બાજુ વાયરાઓ વાય મારો
મારો હેલો સાંભળો હો જી
હો જી રે મારો હેલો સાંભળો હો જી 


#Helo #Maro #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment