Gujarati

Kadi Bhulo Na Pade Maro Bhagwan Lyrics in Guarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Kadi Bhulo Na Pade Maro Bhagwan Lyrics in Guarati

| કદી ભુલો ના પડે મારો ભગવાન લિરિક્સ ગુજરાતીમાં |

 

યાદ કરે રાધાને સામે મળે કાન
હો હો યાદ કરે રાધાને સામે મળે કાન
મીરાની ભક્તિનું રાખે રે પરમાણ
યાદ કરે રાધાને સામે મળે કાન
મીરાની ભક્તિનું રાખે રે પરમાણ

હો યાદ કરો દિલથી તો આવે ભગવાન
હો કદી ભુલો ના પડે મારો ભગવાન
હો શ્યામની લીલા તો શ્યામ જાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે
હો શ્યામની લીલા તો શ્યામ જાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે
ચિર પુરી દ્રોપતિના રાખે એની લાજ
તાનદુરની હામે ભરે સુદામાના ધાન
ચિર પુરી દ્રોપતિના રાખે એની લાજ
તાનદુરની હામે ભરે સુદામાના ધાન
હો યાદ કરો દિલથી તો આવે ભગવાન
કદી ભુલો ના પડે મારો ભગવાન

www.gujaratitracks.com

હો ગોકુળની ગલીયોમાં  ગાયો ચરાવી
કંશને મારી તોય મથુરા બચાવી
હો ધરમના કાજે મહાભારત રચાવી
સારથી બનીને કૌરવ સેનાને હરાવી
હો સૌને  મળે છે સૌના પરમાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે
સૌને  મળે છે સૌના પરમાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે
નરશી મહેતાની હુડીનો શિકાર
પ્રહલાદ કાજ  લિધો નરશીનો અવતાર
નરશી મહેતાની હુડીનો શિવકાર
પ્રહલાદ કાજ  લિધો નરશીનો અવતાર
 યાદ કરો દિલથી તો આવે ભગવાન
કદી ભુલો ના પડે મારો ભગવાન

હો કણ કણમાં છે હરિ નો વાસ
હાચા મન થી તમે રાખો વિશ્વાસ
હો હો માગજો દિલથી જોડી ને બે  હાથ
ખાધે નહિ ખુટવાદે દ્વારિકાનો નાથ
ગાડુ ચાલે છે હરિની ઓળખાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે
ગાડુ ચાલે છે હરિની ઓળખાણે
આવે છે વાલો મારો ખરા રે ટાણે
યાદ કરે રાધાને સામે મળે કાન
મીરાની ભક્તિનું રાખે પરમાણ
યાદ કરે રાધાને સામે મળે કાન
મીરાની ભક્તિનું રાખે પરમાણ
યાદ કરો દિલથી તો આવે ભગવાન
કદી ભુલો ના પડે મારો ભગવાન 


#Kadi #Bhulo #Pade #Maro #Bhagwan #Lyrics #Guarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment