Gujarati

Savariya Lyrics in Gujarati

Written by govtjob

[youtube https://www.youtube.com/watch?v=qQh7M5t4rmw]
Savariya – Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Bharat Rami
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label – Saregama India Limited
 
Savariya Lyrics in Gujarati
| સાવરીયા લિરિક્સ ગુજરાતીમાં |
 
સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહતના દરીયા
હો સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહતના દરીયા
સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહતના દરીયા
હવે તો ઉઘાડો દિલની ડેલી રે
હું તો તારા રે પ્રેમની ઘેલી રે

હો સાવરીયા હો સાવરીયા છલકે ચાહતના દરીયા
હવે તો ઉઘાડો દિલની ડેલી રે
 હું તો તારા રે પ્રેમની ઘેલી રે
હો હું તો તારા રે પ્રેમની ઘેલી રે

હો તું છે મનનો મોરલિયોને હું છું ઢેલ તારી
તન મન સઘળું હું તો મારા સાજણ તુજ પર વારી
હો ભૂલી ગઈ હું દુનિયાને ભૂલી હું દુનિયાદારી
બસ તારી તસવીરને હું જોઉં ધારી ધારી

હો સૂના સૂના તારા વગર મારા મનના આંગણિયા
તારી પ્રીત્યુંના કાજલને મારી આખોમાં ભરિયા
હો સાવરીયા ઓ સાવરીયા નસીબથી મુજને મળ્યા
સાવરીયા ઓ સાવરીયા નસીબથી મુજને મળ્યા
વરસાવો હેતની હેલી રે
 હું તો તારા રે પ્રેમની ઘેલી રે
હો હું તો તારા રે પ્રેમની ઘેલી રે

હો રાતો ની રાતો હું તારા સપનાઓ માં જાગું
સોળ સજી શણગાર હું તારી દુલ્હન બનવા માંગુ
હો ઓ રે મારા મોહન તારી વેણુ થઇને વાગુ
લોકોની પરવા નથી બસ તુજને વાલી લાગુ

હો મારા દિલના પ્રેમ નગરમાં આવીને એવા વસ્યા
છેલ છબીલા છોગાળા હો વાલમ રંગીલા રસિયા
સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહતના દરીયા
સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહતના દરીયા
તારા રંગો માં રંગાયેલી રે
 હું તો તારા રે પ્રેમની ઘેલી રે
હો હું તો તારા રે પ્રેમની ઘેલી રે
કે હું તો તારા રે પ્રેમની ઘેલી રે 

https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js

Latest Gujarati Songs Lyrics Gujarati Love Song Lyrics
Lokgeet Lyrics Navratri Garba Lyrics
Gujarati Movie Song Lyrics Gujarati Bhajan Lyrics
Gujarati Gazals Gujarati Fatana
Gujarati Lagna Geet lyrics Gujarati Aarti Lyrics

#Savariya #Lyrics #Gujarati

About the author

govtjob

Leave a Comment