Gujarati

Tara Vagar Koino Na Thav Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Tara Vagar Koino Na Thav Lyrics in Gujarati

| તારા વગર કોઈનો ના થઉં લિરિક્સ ગુજરાતીમાં |

 

હે દીવો રે ધરો તો ઉપાડી લઉં રે

હે દીવો રે ધરો તો ઉપાડી લઉં રે
તારા વગર કોઈનો હું તો ના થઉં રે
દિલ ઉપર હાથ રાખીને તને કઉં રે
તારા વગર કોઈનો હું તો ના થઉં રે

હો તારા નામ પાછળ મારુ નામ રહેવાનું
જીવું જાગું ત્યાં સુધી હારે રહેવાનું
દીવો રે ધરો તો ઉપાડી લઉં રે
તારા વગર કોઈનો હું તો ના થઉં રે
જાન તારા વગર કોઈનો હું તો ના થઉં રે

હે મારા માટે ઉભા પગે તું તો રહેતી રાત દાડો
સોંગન ખાતી જીગા નહીં સાથ છોડું તારો
હો દૂર ના થયે એવી દુવા રોજ માંગતી
હૈયેને હોઠે તારા દિલમાં મને રાખતી

હો તારી જેવી ખબર મારી કોણ રાખવાનું
મન ના માને કદી તને છોડવાનું
દીવો રે ધરો તો ઉપાડી લઉં રે
તારા વગર કોઈનો હું તો ના થઉં રે
હે તારા વગર કોઈનો હું તો ના થઉં રે

હે તારા વીના વિચાર ના આવે મનમાં રે કોઈનો
તને જો ભુલું તો હું રહું નઈ જાનુ ચોઈનો  
હો તારા આયા પછી મારી જીંદગી બદલઈ ગઈ
તને છોડવાનો જીવ જરાઈ ચાલે નઈ

હો મારી આંખોની આગળ તને રાખવાનો
છેલ્લા શ્વાસ સુધી તને પ્રેમ કરવાનો
દીવો રે ધરો તો ઉપાડી લઉં રે
તારા વગર કોઈનો હું તો ના થઉં રે
હે તારા વગર કોઈનો હું તો ના થઉં રે  


#Tara #Vagar #Koino #Thav #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment