Gujarati

Goval No Nelo Lagyo Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Goval No Nelo Lagyo Lyrics in Gujarati

| ગોવાળનો નેળો લાગ્યો લિરિક્સ ગુજરાતીમાં |

 

હે આયુ આયુ
હે આયુ આયુ ગોવાળિયાનું ટોળું
મારા ગોવાળને જોયી મન મોહ્યા રે
હે આયુ આયુ ગોવાળિયાનું ટોળું
મારા ગોવાળને જોયી મન મોહ્યા રે મારા

એ મન મોહ્યું મારું ને દલ ખોયું
અરે મનડું રે ખોયું ને મારું દલડું ખોયું

હે આયુ આયુ
કે આયુ આયુ
આયુ આયુ ગોવાળિયાનું ટોળું
મારા ગોવાળને જોઈ મન મોહ્યા રે
મારા વાલાને જોઈ મન મોહ્યા રે

ઝાલાવાડમા ગઈતી ગોવાળનો નેણલો લાગ્યો આણુ મારું આંબલે ગુંથાનું રે લોલ
હા ધાંગધ્રા મેળે ગઈ ગોવાળનો નેણો લાગ્યો એના છોગલે રુદિયા રંગાણા રે લોલ
હાલારમાં ગઈતી ગોવાળનો નેણલો લાગ્યો મારું આણલુ તો આંબલે ગુંઠાણું રે લોલ
ઝાલાવાડમા ગઈતી ગોવાળનો નેણલો લાગ્યો એના છોગલે રુદિયા રંગાણા રે લોલ

હો લાગણી ભરેલો પ્રેમ છે આપડો,
વટ તમારો એવો જાણે સિંહણનો સાયબો
હો કેડિયામાં જોઈને કાળજે કોરાના
 મારા રે આ દિલમાં એક તમે છો સમાણાં

ઓ તમારા માટે લગાડી દઉં મારાં જીવતરની બાજી
તમે હસતા રહોને ગોવાળ એમાં સદાને હું રાજી
હે આયુ આયુ
કે આયુ આયુ
આયુ આયુ ગોવાળિયાનું ટોળું
મારા ગોવાળને જોઈ મન મોહ્યા રે
મારા વાલાને જોઈ મન મોહ્યા રે

હો મેડિયું ના મોહ નઈ તમે સોના રે શણગાર છો  
ગમતા માંડવે મળ્યા તમે મારા માણીગર છો
હો મારે જોવે તારા આ રુદિયાનું રાજ રે
કદી નઈ તૂટે  આ તો પરભવની પ્રીત રે

હો વડલા ની આ ડાળ માં જેટલાં હોય પાન
એટલા દેજો ભગવાન મારાં જીવને જીવનદાન
હે આયુ આયુ
કે આયુ આયુ
આયુ આયુ ગોવાળિયાનું ટોળું
મારા ગોવાળને જોઈ મન મોહ્યા રે
મારા વાલાને જોઈ મન મોહ્યા રે  


#Goval #Nelo #Lagyo #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment