Gujarati

O Maa Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

O Maa Lyrics in Gujarati

| ઓ માં લિરિક્સ ગુજરાતીમાં |

 

હો હો માં
હો હો માં
હો હો માં
હો હો માં

જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો
જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો
મને પાપના પંથે જતા અધ’વચથી પાછો વાળજો

તારા વિના આ જગતમાં મારું નથી કોઈ માવડી
ડૂબતો બચાવવા બાળને સિંહે ચડીને આવજો
હો હો માં
હો હો માં
હો હો માં
હો હો માં

અજ્ઞાનની ઓથે રહી બહુ દુષ્કૃત્યો મેં કર્યા
બગડ્યો જનમ,મારો સુધારી સદબુદ્ધિ માં આપજો
પુત્ર-કુપુત્ર થાય જો માતા કુમાતા થાય ના
ડૂબતો બચાવવા બાળને સિંહે ચડીને આવજો
હો હો માં
હો હો માં
હો હો માં
હો હો માં

ભક્તિમા તારી ભાવથી જન્મો જનમથી હું કરું
કરુણા કરી ઓ માવડી દિલમાં દયા કંઈ લાવજો
તારા ભરોસે નાવ મેં સૂનું મૂક્યું સંસાર માં
ડૂબતો બચાવવા બાળને સિંહે ચડીને આવજો
હો હો માં
હો હો માં
હો હો માં
હો હો માં

જાણી લીધું માં તુજ પ્રતાપે સત્યમા તું એક છે
 તેથી જ કહું છું કરગરી માં અમર પદવી આપજો
સંસારમાં સઘળે ફર્યો પણ કોઈ બેલી ના થયું
www.gujaratitracks.com
ડૂબતો બચાવવા બાળને સિંહે ચડીને આવજો
હો હો માં
હો હો માં
હો હો માં
હો હો માં

ના આશ મુજને કોઈની તારા વિના ઓ માવડી
જગની જનેતા જગત જનની અંતવેળા આવજો
 ભક્તો રહ્યા તારા ભરોસે એક તારો આસરો
ડૂબતો બચાવવા બાળને સિંહે ચડીને આવજો
હો હો માં
હો હો માં
હો હો માં
હો હો માં

જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો
મને પાપના પંથે જતા અધ’વચથી પાછો વાળજો
મને પાપના પંથે જતા અધ’વચથી પાછો વાળજો
મને પાપના પંથે જતા અધ’વચથી પાછો માં તમે વાળજો

 


#Maa #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment