Gujarati

Pahelo Varsad Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Pahelo Varsad Lyrics in Gujarati

| પહેલો વરસાદ લિરિક્સ ગુજરાતીમાં |

 

હો વરસાદ આવેને મુજને ભીંજાવે
હો વરસાદ આવેને મુજને ભીંજાવે
રાહ જોઉં તારી ના મળવાને આવે
ભુલી ગયા હવે એવુ લાગે

આવીજાને યાર તારી યાદો સાતવે
હો આવીજાને યાર તારી યાદો સાતવે

હો પ્રેમ પછીનો આ પહેલો વરસાદ છે
થોડુ તો સમજો બઉ આવે એની યાદ છે
હો માન્યું કે મોસમ છે પ્રેમને મળવાની
દિલ ખોલીને દિલની વાત એમને કરવાની

કે આવી જાય મળવા પછી વરસ મન મુકી
આજ નઈ મળાય તો થઈ જસે દુઃખી
તન મનને આંખો ભીંજાશે
આવીજાને યાર તારી યાદો સાતવે
હો આવીજાને યાર તારી યાદો સાતવે

હો મળવાનો વાયદો પુરો થયો છે
આવતા જોઈ મેહુલો ધીમો પડયો છે
હો અરમાનો દિલના પુરા થયા છે
બાહોમાં મારી એ પલડી રહ્યા છે

હો આજ એની સાથે મુલાકાત થઈ
દુઆ કરું પાછાં એ હમણાં જાય નઈ
વીજળી ચમકે છે આકાશે
આવી ગયા મળવા ભલે વરસે મેઘ આજે
હો આવી ગયા મળવા ભલે વરસે મેઘ આજે 


#Pahelo #Varsad #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment