Gujarati

Sanma Shan Tamne Guruji Ni Kahu Lyrics Ganga Sati Panbai

Written by govtjob

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું Sanma Shan Tamne Guruji Ni Kahu is prachin bhajan and sung by Ganga Sati Panbai. Sanma Shan Tamane Guruji Ni Kahu sung by Pratapgiri Goswami and music is given by Shamji Barot.   

સાનમાં શાન તમને ગુરુજીની કહું Lyrics in Gujarati

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ
ઉપજે આનંદ કેરા ઓઘ રે,
સિદ્ધ અનુભવો જેના ઉરમાં પ્રગટે
ને મટી જાય માયા કેરો ક્ષોભ રે
સાનમાં રે શાન તમને

ચૌદ લોકથી વતન છે ન્યારું પાનબાઈ
એની તો કરી લો ઓળખાણ રે,
વ્યથા રતે બોધ વચનનો સુણો પાનબાઈ
મટી જાય મનની તાણવાણ રે
સાનમાં રે શાન તમને

વચન થકી ચૌદ લોક રચાણાં ને,
વચન થકી ચંદા ને સૂરજ રે,
વચન થકી રે માયા ને મેલવી રે
વચન થકી વરસે સાચા નૂર રે
સાનમાં રે શાન તમને

વચન જાણ્યું એણે સર્વે જાણ્યું પાનબાઈ
ભણવું પડે બીજું કાંઈ ન રે,
ગંગા સતી એમ કરી બોલ્યાં રે
નડે નહીં માયા કેરી છાંય રે
સાનમાં રે શાન તમને 


Ganga Sati Panbai Na Juna bhajan Lyrics

 

#Sanma #Shan #Tamne #Guruji #Kahu #Lyrics #Ganga #Sati #Panbai

About the author

govtjob

Leave a Comment