Gujarati

Seje Sayaji Maru Manadu Lyrics in Gujarati 2023

Written by govtjob

સેજે સાયાંજી મારું મનડું ભજન લિરિક્સ ગુજરાતીમાં: Seje Sayaji Maru Manadu juna gujrati bhajan geet and lyrics of this song is written by Das Jivan.  

સેજે સાયાંજી મારું મનડું Lyrics in Gujarati

સેજે સાયાંજી મારું મનડું ન માને મમતાળું‚
કહોને ગુરુજી મારું દિલડું ન માને દૂબજાળું

વારી વારી મનને હું તો વાડલે પુરું રે વાલા
પતળેલ જાય પરબારૂં…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…

ઘડી એક મનડું મારું કીડી અને કુંજર વાલા
ઘડીક ઘોડે ને ઘડીક પાળું…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…

તીરથ જઈને ક્યો તો તપસાં રે માડું વાલા
જઈને પંચ ધૂણી પરઝાળું…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…

કહો તો ગુરુજી રૂડા મંદિરૂં ચણાવું વાલા
કહો તો સમાંતું રે ગળાવું…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…

કહો તો ગુરુજી રૂડી રસોયું બનાવું વાલા
રૂઠડા એ રામને જમાડું…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…

કામ ને કાજ મુંને કાંઈ ન સૂઝે વાલા
ખલક લાગે છે બધું યે ખારૂં…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…

દાસી જીવણ સત ભીમ કેરે શરણે વા’લા
તમે સરજ્યું હશે તો થાશે સારૂં…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…


Juna Gujrati Bhajan na Lyrics

1.
2.
3.
4.

#Seje #Sayaji #Maru #Manadu #Lyrics #Gujarati

About the author

govtjob

Leave a Comment