Gujarati

Vahli Tare Jagdvu Natu Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Vahli Tare Jagdvu Natu Lyrics in Gujarati

| વ્હાલી તારે ઝગડવું નોતું લિરિક્સ ગુજરાતીમાં |

 

એ પિયર જાવું તું તારે….
એ પિયર જાવું તું તારે ભલે જવું તું
પણ બા હારે ઝઘડવું નોતું
એ ગોંડી મારી બા હારે ઝઘડવું નોતું
એ વાલી મારી કરવું પડે ઘણું બધું જતું

એ નારે પાડી તો મને…
એ નારે પાડી તો મને ભલે પાડી પણ
કડવું વેણ કેવું નોતું
એ વાલા મને એલ ફેલ બોલવું નોતું

એ આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
એ ઘર છે તો વાલી ખખડે ને એમાં ઉતાવળું થાવું તારે નોતું
કે હોવે હોવે  ઉતાવળું થાવું તારે નોતું
એ વાલી મારી કરવું પડે આવું ઘણું બધું જતું

દહ દાડા થી તાવ આવે મારા ભાઈ ને
થાકી ગઈ સુ આ વાત બા ને કઈ કઈ ને
પાહે બેહી ને વાત કરો બા ને પ્રેમ થી
મન માં મુંજાય તું અમથી હાવ ખોટી

એ પ્રેમ થી કદી બા એ…
એ પ્રેમ થી કદી બા એ મૉન્યુ નથી ને કદી હોમભલી નથી મારી વાત
કે હાચુ કઉં સુ હોમભલી નથી મારી વાતો
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું

એ ઘરડા માવતાર છે આતો કટકટ તોય મન ઉપર ના લે તું
કે માવતર ને કોય ના કેવાતું
કે આવું બધું કરવું પડે ગોડી ઘણું બધું જતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું

હો તમે તો શેર માં કરો ધંધો રે તમારો
સાસુ નણંદ વચ્ચે મરો છે અમારો
હો રવિવારે રજા માં હું ગોમડે આયો તો
મને કીધું હોત તો પિયર મેલી ને હું જાતો

હે મેલવા ના આયા તો…
મેલવા ના આયા તો ભલે ના આયા પણ જેમ તેમ બોલવું નોતું
એ હાચી ખોટી હૌની હંભળાવી નોતી વાતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું

એ મન માં મુંઝાશો ના મોનીતિ ને કરશો ના રાતી ચોળ આખું
ભાભી એ મને કીધું છે બધું એ હાચે હાચુ
કે કાયમ કર્યું છે તે ઘણું બધું જાતું

એ હાહુ નણંદ નું બોલેલું અમને દિલ માં નથી બૌ દુખતું
કે વાલા બોલેલી દુખે તમારી વાતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું

એ શોન્તી થી રઈ ને આવો બે ચાર દાડા પછી ભૂલી ને બઘી જૂની વાતું
કે વાલી મારી ભૂલી ને જૂની વાતું
કે વાલી મારી ઘણું કર્યું છે તે મારા માટે જતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું

કે વાલી મારી ઘણું કર્યું છે તમે મારા માટે જતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું


#Vahli #Tare #Jagdvu #Natu #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment

Translate »