Gujarati

Valam Ni Yaad Ma Dhingali Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Valam Ni Yaad Ma Dhingali Lyrics in Gujarati

| વાલમની યાદમા ઢીંગલી લિરિક્સ ગુજરાતીમાં |

 

 વાલમ તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે
હો વાલમ તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે
આંખલડી વિછુને તારા છોડલીયા સતાવે રે
હે વાટુ જોઈને હું થાકી ક્યારે આવો મારા વાલમ
હવે ઘડી નો રહેવાય
ઘડી નો રહેવાય
વાલમ તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે
વાલમ તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે

બાળપણામાં ભેળા રમતા આંબલી-પીપળી સાથે રે
નજરું નો લાગે એવું કહેતી સૈયર મારી રે
એ નાનપણની વાતો યાદ કરી રડે આંખો
હવે આવો વાલમજી
આવી જાવને
વાલમ તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે
વાલમ તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે

હો દલડું મારુ રોવે હું તો હિંમત હારી બેઠી રે
ઘોડલે ચડીને આવો વાલમજી તમે મારા રે
એવા શરણાઈના સુરે તમે ઢોલ વગડાવો
દિલની રાણી બનાવો
રાણી બનાવો
વાલમ તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે
વાલમ તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે

સાજન મારા દિલના તમે રાજકુમાર છો
માંડ રોપાવી આપણા લગનીયાં લેવડાવો રે
લીલા તોરણ બાંધવો મુજને પરણી લઈ જાવો
મારા વાલમ વાલીડા
ઓ વાલીડા
વાલમ તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે
વાલમ તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે
વાલમ તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે 


#Valam #Yaad #Dhingali #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment