Yaad Ke Fariyad Na Karisu Lyrics in Gujarati

|  યાદ કે ફરિયાદ ના કરીશું લિરિક્સ ગુજરાતીમાં |

 

હો જતો રહેશે જીવ તો જવા અમે દઈશું
હો જતો રહેશે જીવ તો જવા અમે દઈશું
તડપી તડપીને મરી અમે જઈશું
યાદ કે તને ફરિયાદ ના કરીશું

હો ફરી હવે ક્યારે તને ના લડીશું
હો ફરી હવે ક્યારે તને ના લડીશું
યાદ કે તને ફરિયાદ ના કરીશું

હો છોડી દીધો તે કેમ મારો સાથ હતો શું મારા દિલનો વાંક
છોડી દીધો તે કેમ મારો સાથ હતો શું મારા દિલનો વાંક
હો આવે આંશુ તો અમે રડી લઈશું
જુદાઇનું ઝેર હસીને પીઇ લઈશું
યાદ કે તને ફરિયાદ ના કરીશું
હો યાદ કે તને ફરિયાદ ના કરીશું

હો માની બેઠા અમે તને જીંદગી રોજ દુવામાં કરી તારી બંદગી
હો સપના જોયેલા તે તોડી દીધા લુંટી લીધી તે મારી હર ખુશી
હો બદલાઈ છે સૌ સમયની રે સાથે જોયું છે મેં મારી નજરોની સામે
બદલાઈ છે સૌ સમયની રે સાથે જોયું છે મેં મારી નજરોની સામે
હો જીવી લેજે તું ના તને નડીશું
ગયા પછી અમે પાછા ના ફરીશું
યાદ કે તને ફરિયાદ ના કરીશું
હો યાદ કે તને ફરિયાદ ના કરીશું

હો ભલે આજે તને મારી યાદ ના આવે ભલે તને મારા વગર આજ ફાવે
હો હું નહીં રહું એવી ખબર તને મળશે ત્યારે આંખથી નહીં પણ તું દિલથી રડશે
હો હાચા પ્રેમની તને કદર થાશે સમય ત્યારે ઘણો વીતી જાશે
હાચા પ્રેમની તને કદર થાશે સમય ત્યારે ઘણો વીતી જાશે
હો તારી નજર સામે આગમાં બળીશું
જો જે પછી તને રાખમાં મળીશું
યાદ કે તને ફરિયાદ ના કરીશું
હો યાદ કે તને ફરિયાદ ના કરીશું
હો યાદ કે તને ફરિયાદ ના કરીશું


#Yaad #Fariyad #Karisu #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment