Singer : Mahesh Vanzara & Hansha Bharwad
Lyrics : Kandhal Odedara , Music : Dipesh Chavda
Label : T-Series
દુનિયા આખી જોતી રહી જાય આપ્યું ચાર હાથે
ઘટવા નથી દીધું વાલે અમને કોઈ વાતે
હજાર હાથ વાળોનો હાથ છે અમારી માથે
ધજાયું ફરકે આભથી અધ્ધર આ શેઠીયો મારો સધ્ધર
નભ આખું ઢંકાય એવું હેમ સરીખું સત્તર
હે …ઉંચા તારા દેવળ ધામ દ્વારકાથી ઓળખાય
હે માધવ …
હા માધવ …
હે માધવ મનના માણીગર તું છે તો શું છે ફિકર અમારે
હો …નાથયો તે ફણીધર મારો મીઠુંડો મોરલીધર
ગોવધર ઉપાડી વાલો કહેવાયો તું ગીરીધર
એ વાલા તારી જગમાં અનોખી રે વાત
હે માધવ …
હા માધવ …
હે માધવ મનના માણીગર તું છે તો શું છે ફિકર અમારે
હા માધવ મનના માણીગર તું છે તો શું છે ફિકર અમારે
હો મનડા મોહી લેતો વાલો ચિત્તડાનો ચોર
લથપથ કરી ભીંજવે સૌના હૈયાની કોર
હા હૈયાના તોડલે ટહુકતો હૈયાનો મોર
રુદિયામાં સમાયેલો મારો રાજા રે રણછોડ
હો ગાગરમાં ભરી દે સાગર એવો મારો નાગર
અમી ભરેલી આંખડીયુએ રાખે મીઠુંડી નજર
હે નામ તારું લેતા વાલા દુઃખડા રે ભુલાય
હે માધવ …
હા માધવ …
હે માધવ મનના માણીગર તું છે તો શું છે ફિકર અમારે
હા …ઠાકર મનના માણીગર તું છે તો શું છે ફિકર અમારે
હો …જાણી લેજે નાથ મારા મનની રે મુરાદો
મારા ઠાકર કરે ઠીક ઠીક એનો રે ઈરાદો
હો …તારા રે ઈશારે ચમકે સૂરજને ચાંદો
તારી નોખી વાતો અંધારે અંજવાળી રાતો
હો દિલમાં તારું ચિત્રર તું વસે મારી ભીતર
યુ ભક્તિ તું શક્તિ મારી ન ચાલે તારા વગર
એ ઋણ તારા ચુકવ્યા મારાથી ના ચુકાય
હા માધવ …
હા રે માધવ …
હા માધવ મનના માણીગર તું છે તો શું છે ફિકર અમારે
હા માધવ મનના માણીગર તું છે તો શું છે ફિકર અમારે
હા મુરલીધર મનના માણીગર ભેળો રેજે રે ઠાકર
https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js
#Madhav #Mann #Manighar #Lyrics #Gujarati
Leave a Comment