Gujarati

Bewafa Na Geet Na Gavay Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Bewafa Na Geet Na Gavay Lyrics in Gujarati

| બેવફાના ગીત ના ગવાય લિરિક્સ ગુજરાતીમાં |

 

હો ખોળીયા જુદા છે ને એક જ છે જીવ
કેમ તમે આટલી રાખો છો રિસ
મારાથી જુદા થઇને કેમ કરી જીવસો
ઓરે પાગલ મને કેમ કરી ભુલશો

હો રૂઠી ગયા છો શેના માટે
હો રૂઠી ગયા છો શેના માટે
વળીને આવશો વાટે
રૂઠી ગયા છો શેના માટે
વળીને આવશો વાટે

મારે બેવફાના ગીત ના ગવાય તારા માટે
અરે બેવફાના ગીત નથી ગાવા તારા માટે

હો તારો મારો પ્રેમ ચો નોના હુણી વાત છે
આજ કલ નો નથી જન્મોનો સાથ છે

હો કેમ ચડયા છો કોઈની વાતે
યાદ કરુ રોજ ખાતે ખાતે
અરે બેવફાના ગીત ના ગવાય તારા માટે
અરે બેવફાના ગીત નથી ગાવા તારા માટે

હો લડવુંને વઢવું તો તારુ મારુ રોજનુ
હું તારી લૈલાને તુ મારો મજનુ
હો ભલે તુ રૂઠી જાય તોય હું મનાવુ
પણ તારો પ્રેમ તો કદી ના ભુલાવુ

હો ભલે તુ ભૂલી જાય હું નથી ભુલવાની
જિંદગી ભર એક તને ચાહવાની
હો વળીને આવશો જાતે
યાદ આવિશ અડધી રાતે

પણ બેવફાના ગીત નથી ગાવા તારા માટે
અરે બેવફાના ગીત નથી ગાવા તારા માટે

હો વાત તો કર મારી જોડે વાત તો કર
માંગુ છું માફી હવે તો માફ કર
હો ભૂલ થઈ હોય તો કઈ દઉં સોરી
તોડવાથી તૂટે નઈ પ્રેમની દોરી

હો અમર મારો પ્રેમ છે જિંદગી ભર રેશે
પ્રેમની કહાની મારી ચોપડે લખાશે
હો ભલે હું મરી જઉં આજે
પ્રેમ નઈ ભૂલું કોઈ કાલે

પણ બેવફાના ગીત નથી ગાવા તારા માટે
પણ બેવફાના ગીત નથી ગાવા તારા માટે
પણ બેવફાના ગીત નથી ગાવા તારા માટે

 

#Bewafa #Geet #Gavay #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment