Gujarati

Hraday Par Tamaru Raj Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Hraday Par Tamaru Raj Lyrics in Gujarati

| હૃદય પર તમારૂ રાજ લિરિક્સ ગુજરાતીમાં |

 

હો હૃદયઅમારું છે
હો હૃદયઅમારું છે એના પર રાજ તમારું છે
હો ધડકન અમારી છે એના પર નામ તમારું છે

હો દિલ અમારું સરનામું તમારું
તારુંને મારુ બધું સહિયારું
હો પ્યાર અમારો છે ઇજહાર તમારો છે
હો હૃદયઅમારું છે એના પર રાજ તમારું છે

એ મારા શ્વાસમાં તારો વાસ છે
મારી કિસ્મત કે તું મારી પાસ છે
હો તારા પ્રેમની કાયમ પ્યાસ છે
તું પારોને આ દેવદાસ છે
હો દિલમાં ઉતર્યાને લોહી બની વહેતા
પળ-પળ તમે સાથે મારી રહેતા
હો વાતો અમારી છે એમાં યાદો તમારી છે
અરે હૃદયઅમારું છે એના પર રાજ તમારું છે

હો જીંદગી બનીને તમે જીંદગીમાં આયા
કદી ના ખૂટે એવી લગાડી રે માયા
હો તું અને તારો પ્યાર મળી ગ્યા
અમને તો જાણે ભગવાન મળી ગ્યા
હો તું મારુ દિલને તું મારો જીવ
જાણે પાર્વતી જોડે હોઈ મારા શિવ
હો આંખો અમારી છે એના પર સપના તમારા છે
હો હૃદયઅમારું છે એના પર રાજ તમારું છે
હો એના પર રાજ તમારું છે
હો એના પર રાજ તમારું છે
 


#Hraday #Par #Tamaru #Raj #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment