Gujarati

Hu Sita Ne Tu Ram Lyrics in Gujarati – Kajal Maheriya

Written by govtjob

Hu Sita Ne Tu Ram હું સીતા ને તુ રામ song lyrics is written by Bharat Ravat and Devraj Adroj. “Hu Sita Ne Tu Ram” is new gujarati romantic song 2023 sung by Kajal Maheriya, music is given by Vishal and Sunil and video song is realesed by Saregama Gujarati.

હો જેવા સો એવા તમે રહેજો રે
હો હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે
હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે

તારા રે પગલાં માં જોને પગલું મારે ભરવું
તારો રે પડછાયો થઇ હારે તારી જીવવું
હો આખો ના ઈશારે તમને કેવું રે
તારી રે બાહો માં મારે રહેવું રે
હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે

હો તમને જોયી ને મારુ મુખ મલકાય છે
તમને ના જોઉં તો દિવસ ના જાય છે
હો હૈયે ને હોઠે મારા પિયુ તારું નામ છે
મનમંદિર માં તારું બનાવ્યું મેં ધામ છે
હો તારી રે ફૂલવાડી નું ફૂલ મારે બનવું
બની રે મહેક તારા બાગ માં મહેકવું
હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે

મળ્યો હાચો પ્રેમ તારો મારે અનમોલ છે
વારુ તારી સાદગી ને મીઠા તારા બોલ છે
હો તારો મળ્યો સાથ એ કુદરત નો આભાર છે
તું છે મારી જિંદગી તું મારો આધાર છે
જોજો ના બદલાતા જાન તમને મારા હમ છે
જોજો ના છૂટે સાથ તમને કસમ છે
આંખ ના ઈશારે તમને કેવું રે
તારી રે બાહો માં મારે રેવું રે
હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે

#Sita #Ram #Lyrics #Gujarati #Kajal #Maheriya

About the author

govtjob

Leave a Comment