મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ લિરિસ્ક ગુજરાતી: Maliyo Manusya Janm Avtar Mand is juna Gujarati bhajan and lyrics by Ramdas. Maliyo Manusya Janm Avatar song has sung in santvani lok dayaro.

મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ Lyrics in Gujarati

મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને‚
તેં તો ભજયા નહીં ભગવાન હેત કરી ને‚
અંતે ખાશો જમનાં માર પેટ ભરીને‚
માટે રામ નામ સંભાર
મળ્યો મનુષ જનમ અવતાર…

ગઈ પળ પાછી ફેર ન આવે‚
મુરખ મૂઢ ગમાર‚
ભવસાગરની ભુલવણીમાં‚
વીતી જશે જુગ ચાર
ફેરા ફરીને માટે રામનામ સંભાર
મળ્યો મનુષ જનમ અવતાર…

જઠરાગ્નિમાં જુગતે રાખ્યો‚
નવ માસ નિરાધાર‚
સ્તુતિ કીધી અલબેલાની‚
બા’ર ધર્યો અવતાર
માયામાં મોહીને માટે રામનામ સંભાર
મળ્યો મનુષ જનમ અવતાર…

કલજુગ કુડો રંગે રૂડો
કહેતા ન આવે પાર‚
જપ તપ તીરથ કછુ ન કરિયાં‚
એક નામ આધાર
કૃષ્ણ કહીને માટે રામનામ સંભાર
મળ્યો મનુષ જનમ અવતાર…

ગુરુગમ પાયો મનમેં સાચો‚
જુક્તિ કરી જદુરાય‚
ગંગાદાસકું જ્ઞાન બતાયો‚
રામદાસ મહારાજ
દયા કરીને માટે રામનામ સંભાર
મળ્યો મનુષ જનમ અવતાર…


Gujarati Bhajan na Lyrics

1.
2.
3.
4.

#Maliyo #Manusya #Janm #Avtar #Mand #Lyrics #Gujarati

About the author

govtjob

Leave a Comment