Gujarati

Mandavde Kai Dhaalo Lyrics in Gujarati | Mata Randal Aavo Ne Mara Aangne Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Written by govtjob

 

Mandavde Kai Dhaalo Lyrics in Gujarati |

Mata Randal Aavo Ne Mara Aangne Lyrics in Gujarati

માંડવડે રે કાંઈ ઢાળો રે બાજોટી
કે ફરતે રેલાવો કંકાવટી
તેડાવો રે કાંઈ આશાપૂરના જોશી
કે આજ મારે લખવી છે કંકોત્રી
દાદા હરજી ભાઈને ઘેર અવસરીયો
કે પરણે લીલાબેનની લાડકી
માતા લીલાબેન પૂંછે દિકરીને
કે માંગો બેનીબા તમને શું જોઈએ રે
માંગું રે હુંતો મમતાનો પાલવડો
કે ભવ ભવ મળજો તમ જેવી માવલડી
માંડવડે રે કાંઈ ઢાળો રે બાજોટી
કે ફરતે મેલાવો કંકાવટી
 
માતા રાંદલ આવોને મારે આંગણે રે
માતા રાંદલ આવોને મારે આંગણે
મેંતો ભર્યા રે મોતીડાના થાળ
 
વધાવો હેતે આજ રાંદલ આવો આંગણે રે
માતા રાંદલ આવોને મારે આંગણે
 
રૂમ ઝૂમ કરતા રાંદલમાડી આવિયા રેે
રૂમ ઝૂમ કરતા રાંદલમાડી આવિયા
આવ્યા દુખિયાનાં દિન દયાળ
લેવાને સંભાળ રાંદલ આવ્યા આંગણે રે
માતા રાંદલ આવો ને મારે આંગણે
www.gujaratitracks.com
 
સૂરજ ઉગ્યો સોનાનો મારે આંગણે રે
સૂરજ ઉગ્યો સોનાનો મારે આંગણે
મારા હૈયે હરખ ના સમાય
આંનંદ રૂડો થાય રાંદલ આવ્યા આંગણે રે
માતા રાંદલ આવોને મારે આંગણે

માતા રાંદલ આવોને મારે આંગણે
માતા રાંદલ આવોને મારે આંગણે
માતા રાંદલ આવોને મારે આંગણે

 

#Mandavde #Kai #Dhaalo #Lyrics #Gujarati #Mata #Randal #Aavo #Mara #Aangne #Lyrics #Gujarati #Gujaratitracks.com

About the author

govtjob

Leave a Comment