Gujarati

Sarv Itihas No Sidhant Ek Che Lyrics Ganga Sati

Written by govtjob

સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે Sarv Itihas No Sidhant Ek Che is juna gujrati bhajan lyrics by Ganga Sati. This old bhajan is sung by Bhartiben Vyas. 

સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે
સમજવી સદગુરુ કેરી શાન રે,
વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી
મેલી દેવું અંતરનું માન રે
સર્વ ઈતિહાસનો

પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની થઈ છે
જેણે શીશને કર્યા કુરબાન રે,
વિપત તો એના ઉરમાં ન આવે
જેને મહારાજ થયા મહેરબાન રે
સર્વ ઈતિહાસનો

શીશ તો પડે જેના, ધડ નવ રહે
જેણે સાચો રે માંડ્યો સંગ્રામ રે,
પોતાનું શરીર જેણે વ્હાલું નવ કીધું,
ત્યારે રીઝે આતમરામ રે
સર્વ ઈતિહાસનો

ભક્તિ વિના પાનબાઈ, ભગવાન રીઝે નહીં
ભલે કોટિ રે કરે ઉપાય રે,
ગંગા સતી તો એમ જ બોલિયા
આપદા ભક્તિ વિના નવ જાય રે
સર્વ ઈતિહાસનો


Lyrics of Ganga Sati Panbai

 

#Sarv #Itihas #Sidhant #Che #Lyrics #Ganga #Sati

About the author

govtjob

Leave a Comment